✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

29 ઓક્ટોબર ટીમ ઇન્ડિયા અને રોહિત માટે છે ખાસ, ભારતે મુંબઈ વન-ડેમાં બનાવ્યા 5 રેકોર્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Oct 2018 11:47 AM (IST)
1

રોહિત શર્મા અને અંબાતી રાયડુએ 211 રનની ભાગીદારી કરી હતી. આ ભારતની વિન્ડીઝ સામે બીજી સૌથી મોટી ભાગીદારી છે. પ્રથમ નંબરે વિરાટ અને રોહિત શર્માની જોડી છે. તેમણે ગૌહાટી વન-ડેમાં 246 રન જોડ્યા હતા.

2

રોહિત શર્મા 150થી વધારે રન અને ત્રણ કેચ પકડનાર પ્રથમ ખેલાડી બન્યો છે. રોહિતે સાતમી વખત 150+ નો સ્કોર બનાવ્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે દુનિયાનો પ્રથમ ખેલાડી છે.

3

મુંબઈઃ ભારતે સોમવારે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચોથા વનડે મેચમાં 225 રનનો વિશાળ જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયા 5 મેચની આ વન ડે સીરીઝમાં 2-1થી આગળ છે. મેચ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ 162 રન અને અંબાતી રાયડૂએ 100 રનની ઇનિંગ રમી હતી જેના જોરે ભારતે 378 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેની સામે વેસ્ટઇન્ડીઝ માત્ર 153 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ભારતે વનડે ઈતિહાસની ત્રીજી સૌથી મોટી જીત મેળવી હતી.

4

રનના મામલે ટીમ ઇન્ડિયાનો પોતાના ઘરમાં સૌથી મોટો વિજય છે. ભારતની સૌથી મોટી જીત 2007માં બર્મુડા સામે (257 રને) હતી. જોકે આ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં હતી.

5

29 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયાનો સતત ત્રીજો વિજય છે. આ પહેલા 29 ઓક્ટોબરે (2016)ન્યૂઝીલેન્ડને ભારતે શ્રેણીની ફાઇનલમાં હરાવ્યું હતું અને આ પહેલા 29 ઓક્ટોબર 2017માં ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવ્યું હતું. આમ 29 ઓક્ટોબર ટીમ ઇન્ડિયા માટે લકી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 29 ઓક્ટોબર ટીમ ઇન્ડિયા અને રોહિત માટે છે ખાસ, ભારતે મુંબઈ વન-ડેમાં બનાવ્યા 5 રેકોર્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.