મેચનું લાઇવ પ્રસારણ સોની નેટવર્ક્સની ચેનલ પરથી જોઈ શકાશે. સોની ટેન 1, સોની ટેન 1 એચડી પરથી ઈંગ્લિશ કોમેન્ટ્રી અને સોની ટેન 3 તથા સોની ટેન 3 એચડી પરથી હિન્દી કોમેન્ટ્રી પ્રસારિત થશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ પરથી જોઈ શકાશે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓએ ઉજાગરા કરવાની સ્થિતિ આવશે. વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકેથી શરુ થશે. જેથી મેચ પુરી થતા-થતા સવારના બે કે ત્રણ વાગી જશે. જેથી આખી મેચ જોવા માંગતા પ્રશંસકોએ રાત્રે ઉજાગરા કરવા પડશે.
ભારત- વેસ્ટ ઇન્ડિઝનો કાર્યક્રમ
8 ઓગસ્ટ- પ્રથમ વન-ડે - સાંજે 7.00 કલાકે
11 ઓગસ્ટ - બીજી વન-ડે - સાંજે 7.00 કલાકે
14 ઓગસ્ટ - ત્રીજી વન-ડે - સાંજે 7.00 કલાકે
રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત