નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની સ્થિતિ મજબૂત થઇ ગઇ છે. પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે પોતાની બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ ત્રણ વિકેટના નુકસાન પર 185 રન બનાવી લીધા છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ પર 260 રનની લીડ હાંસલ કરી લીધી છે. ત્રીજા દિવસના અંતે વિરાટ કોહલી 51 અને રહાણે 53 રન બનાવી અણનમ રહ્યા હતા. આ અગાઉ ભારતે પ્રથમ ઇનિંગમાં 297 રન બનાવી લીધા હતા અને વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ઇનિંગમાં 222 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ રીતે ભારતે પ્રથમ ઇનિંગમાં 75 રનની લીડ મેળવી હતી. આ અગાઉ ટીમ ઇન્ડિયા તરફથી મયંક અગ્રવાલ 16, લોકેશ રાહુલ 38 અને ચેતેશ્વર પૂજારા 25 રન બનાવી આઉટ થયા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝે બે અને કેમાર રોચે એક વિકેટ ઝડપી હતી.