✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ પૃથ્વી શૉ કરશે ડેબ્યૂ, આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2018 12:56 PM (IST)
1

પ્રથમ ટેસ્ટ માટે ભારતે જાહેર કરેલી 12 સભ્યોની ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), કેએલ રાહુલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર

2

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,ઘરેલું ક્રિકેટરમાં સતત સારું પ્રદર્શન કરનારાં હનુમા વિહારી, પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે આને ટીમ ઈન્ડિયા તરફથી રમવાના દબાણના બદલે એક તક તરીકે જોવી જોઈએ. ટીમમાં સ્થાન નિશ્ચિત કરવાનો અને લાંબા સમય સુધી રમવા માટેનો તેમની પાસે સારો ચાન્સ છે.

3

થોડા દિવસો પહેલા સચિન તેંડુલકરે પોતાની એપ દ્વારા ફેન્સની સાથે લાઈવ કાર્યક્રમ દરમિયાન કહ્યું, 10 વર્ષ પહેલા મારા એક મિત્રએ મને પૃથ્વીને જોવા માટે કહ્યું હતું. મારા મિત્રએ મને કહ્યું હતું કે, એક વખત પૃથ્વીને જોઈને જણાવ્યું કે તેની રમતમાં ક્યાં ક્યાં સુધારો કરવાની જરૂર છે. મેં કેટલાક સેશન તેની સાથે વિતાવ્યા અને તેને રમતમાં કેવા સુધારા લાવવા તે વિશે જણાવ્યું. બાદમાં મેં મારા મિત્રને કહ્યું હતું કે, આ બાળક એક દિવસ ભારત માટે રમશે.

4

હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં સેન્ટ ફ્રાન્સિસ વિરૂદ્ધ રિઝવી સ્પ્રિંગફીલ્ડ તરફથી રમતા 330 બોલમાં 546 બનાવીને પૃથ્વી શૉ પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો. તેણે આ ઇનિંગમાં 85 ચોગ્ગા તથા પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો પૃથ્વી શોની 546 રનની ઇનિંગ ચોથી સૌથી મોટી ઇનિંગ હતી. ભારતના પ્રણવ ધનાવડે (1009* રન) સૌથી વધારે રન બનાવનારની યાદીમાં ટોપ પર છે, જ્યારે ઓર્થર કોલિસ (628* રન), ચાર્લ્સ ઈડે (566 રન) સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાન પર છે.

5

18 વર્ષીય પૃથ્વી શૉએ 14 ફર્સ્ટ ક્લાસ મેચમાં 56.72ની સરેરાશથી 1,418 રન ફટાક્રાય છે. જેમાં સાત સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. ઈન્ડિયા એ તરફથી રમતા તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે 188 રનની ઈનિંગ રમી હતી.

6

ટેસ્ટ કેપ મેળવતાં જ પૃથ્વી શૉ ભારત તરથી ટેસ્ટ રમનારો 293મો ક્રિકેટર બની જશે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને પાંચમી ટેસ્ટમાં હનુમા વિહારીએ ટેસ્ટ કેપ મેળવી હતી.

7

રાજકોટઃ શહેરના ખંઢેરી સ્ટેડિયમ પર ગુરુવારથી શરૂ થઈ રહેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ ડેબ્યૂ કરશે. બીસીસીઆઈ દ્વારા બુધવારે પ્રથમ ટેસ્ટ માટે 12 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મયંક અગ્રવાલ અને હનુમા તિવારીને સ્થાન આપવામાં આવ્યું નથી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • રાજકોટઃ પૃથ્વી શૉ કરશે ડેબ્યૂ, આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.