નવી દિલ્હીઃ ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ રવિ શાસ્ત્રીને ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિમણૂક કરી હતી 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી-20 વર્લ્ડકર 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે. ભારતીય ટીમના હેડ કોચ માટે રવિ શાસ્ત્રી સહિત 6 નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા.


રવિ શાસ્ત્રીને ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવા ફેન્સને પસંદ પડ્યું નથી અને   ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ક્રિકેટ સલાહકાર સમિતિના પ્રમુખ કપિલ દેવે કહ્યું કે શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવા પાછળ કોહલીને કોઇ લેવા દેવા નથી. તેમના કોચ પદે ભારતીય ટીમ ટેસ્ટ રેંકિંગમાં નંબર વન સ્થાન પર પહોંચી અને 71 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને તેની ધરતી જ પર હરાવ્યું હતું.


શાસ્ત્રીની આગેવાનીમાં ભારત કોઇ આઇસીસી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. 2015 અને 2019ના વર્લ્ડકપમાં ભારતને નિરાશા હાથ લાગી હતી. કપિલ દેવની નેતૃત્વવાળી સમિતિને આ કારણ મોટું નથી લાગતું. ક્રિકેટ સલાહાકાર સમિતિમાં શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડ પણ સામેલ હતા.