નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં સહયોગ માટે ભારતીય ઓલિમ્પિક સંઘ પણ આગળ આવ્યું છે. ભારતીય ઓલિમ્પિક સંઘે પ્રધાનમંત્રી રાહત કોષમાં 71,14,002 રૂપિયાનું યોગદાન આપ્યું છે. IOAએ તેની સાથે તમામ રાષ્ટ્રીય રમતગમત મહાસંઘો, રાજ્ય ઓલિમ્પિક સંઘ અને અન્ય મહાસંઘોનો પણ આભાર વ્યક્ત કર્યો છે, જેમણે કોવિડ-19 મહામારી વિરુદ્ધ લડાઈમાં પોતાનું સમર્થન અને યોગદાન આપ્યું છે.

IOAએ કહ્યું કે, આ પડકારજનક સમયમાં રાષ્ટ્રની જરૂરતોનું સમર્થન કરવા માટે ઓલિમ્પિક પરિવાર એકસાથે આગળ આવ્યું, એકવાર ફરી આપણા વિશ્વાસને મજબૂત કરે છે કે આપણે હંમેશા રમતગમતની સેવા કરવા અને રાષ્ટ્રને ગૌરવન્તિત કરવા માટે મજબૂતાઈથી ઊભા રહીશું.

ભારતીય ઓલિમ્પિક સંઘ સિવાય હોકી ઈન્ડિયા અને અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘે પણ 25-25 લાખ રૂપિયા, જ્યારે બીસીસીઆઈએ 51 કરોડ રૂપિયા આપ્યા છે.