Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
WIFE અનુષ્કા કોહલીને મળતાં જ વિરાટને મળ્યા આ ‘Good News’
ખાસ વાત એ છે કે આ અવોર્ડની સાથે જ વિરાટે ધુંઆધાર ઓપનિંગ બેટ્સમેન વીરેંદ્ર સહેવાગના રેકોર્ડની સરખામણી કરી છે. વિરાટ બે વાર ‘લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર’નો અવોર્ડ મેળવનારા બીજા ભારતીય ક્રિકેટર બન્યા છે. મહત્વનું છે સહેવાહે 2008 અને 2009માં સળંગ ‘લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર’નો અવોર્ડ જીત્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા 2016માં પણ વિરાટ કોહલીને આ અવોર્ડ મળી ચૂક્યો છે. 2016માં વિરાટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 2525 રન બનાવ્યા હતા. વિરાટ સિવાય વીમેન્સ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને પણ વિઝ્ડન ‘લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર’નો અવોર્ડ મળ્યો છે.
વિરાટને આ એવોર્ડ ક્રિકેટના દરેક ફોર્મેટમાં શાનદાર બેટિંગ અને બે વર્ષથી સતત સૌથી વધુ રન બનાવવા માટે અપાયો છે. વિરાટે 2017માં ક્રિકેટના દરેક ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરીને 2818 રન બનાવ્યા હતા. આ સ્કોર સાથે વિરાટ કોહલી વર્ષ 2017માં સૌથી વધુ રન બનાવનારા ક્રિકેટર છે.
વિરાટ કોહલીને વધુ એક બહુમાન મળ્યું છે. વિરાટને 2017 માટેનો વિઝ્ડન ‘લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર’નો અવોર્ડ મળ્યો છે. વિરાટની સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ પણ આ સન્માન માટે પસંદગી પામી છે.
નવી દિલ્હીઃ દેશના સૌથી હાઈપ્રોફાઈલ કપલમાંથી એક ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હંમેશા જ લાઈમલાઇટમાં જોવા મળે છે. બુધવારે પોતાના બિઝી શેડ્યૂઅલમાંથી સમય કાઢીને અનુષ્કા વિરાટની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ને સપોર્ટ કરવા બેંગલોર પહોંચી હતી. ત્યારે જ વિરાટ કોહલી માટે એક સારા સમાચાર પણ સામે આવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -