વિશ્વ ચેસ ચેમ્પિયન ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે ગ્રાન્ડ ચેસ ટૂર રેપિડ 2025ના ઝાગ્રેબ લેગમાં છઠ્ઠા રાઉન્ડમાં વિશ્વના નંબર વન ખેલાડી નોર્વેના મેગ્નસ કાર્લસને બ્લેક મોહરા સાથે હરાવ્યો હતો. તેણે 10 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાં ટોપ લીડ મેળવી હતી.

પ્રથમ દિવસે ત્રણમાંથી બે મેચ જીતનાર ગુકેશે ચોથા અને પાંચમા રાઉન્ડમાં ઉઝબેકિસ્તાનના નોડિરબેક અબ્દુસત્તોરોવ અને અમેરિકન ગ્રાન્ડમાસ્ટર ફેબિયાનો કારુઆનાને હરાવ્યા હતા. આ ગુકેશનો કાર્લસન પર સતત બીજો વિજય છે. ગયા મહિને તેણે નોર્વે ચેસમાં કાર્લસનને હરાવ્યો હતો. ગુકેશનો પ્રથમ મેચમાં પોલેન્ડના ડુડા દ્વારા 59 ચાલમાં પરાજય થયો હતો. આ પછી ગુકેશે વાપસી કરી હતી. તેણે ફ્રાન્સના અલીરેઝા ફિરોઝા અને ભારતના જ પ્રજ્ઞાનંદને હરાવ્યો હતો.

ગુકેશ અને કાર્લસન વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની આ પહેલી મેચ હતી. ગુરુવારની મેચ રેપિડ ફોર્મેટમાં રમાઈ હતી, જ્યારે આગામી બે મેચ બ્લિટ્ઝ ફોર્મેટમાં રમાશે. ગુકેશ અને કાર્લસન વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની આ પહેલી મેચ હતી. ગુરુવારની મેચ રેપિડ ફોર્મેટમાં રમાઈ હતી, જ્યારે આગામી મેચ બ્લિટ્ઝ ફોર્મેટમાં રમાશે.

નોર્વેના ખેલાડીએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે ગુકેશ ગયા વખતે અહીં ખૂબ સારું રમ્યો હતો, પરંતુ હજુ સુધી એ સાબિત થયું નથી કે તે આ ફોર્મેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે. આપણી પાસે ખૂબ જ મજબૂત મેદાન છે. ગુકેશે એવું કંઈ કર્યું નથી જે સૂચવે કે તે આવી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરશે. મને આશા છે કે તે વધુ સારું પ્રદર્શન કરી શકશે. પરંતુ આ ટુર્નામેન્ટમાં તેની સાથે રમીને, હું તેને એ રીતે જોઈશ કે જાણે હું શક્ય તેટલા નબળા ખેલાડીઓમાંથી એક સાથે રમી રહ્યો છું.'