નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપની શરૂઆતી મેચમાં જ પાકિસ્તાને શાનદાર બેટિંગના દમ પર ભારતને 10 વિકેટથી હરાવી દીધુ છે. આ સાથે જ ભારતીય ટીમની આગળની રાહ વધુ મુશ્કેલ થઇ ગઇ છે. ગઇકાલે દુબઇમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ જીત માટે પહેલાથી જ હૉટ ફેવરેટ હતી પરંતુ પરિણામ ભારતની હારથી આવ્યુ. ખાસ વાત છે કે સતત વર્લ્ડકપની ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવતી આવી છે પરંતુ ગઇકાલે હારનો સામનો કરવો પડ્યો આ સાથે જ ટ્વીટર પર કેટલાક મીમ્સનો વરસાદ થવા લાગ્યો હતો. આમાં એક ટ્રેન્ડ સૌથી વધુ નજરે ચઢ્યું છે. ટ્વીટર પર #पनौती એટલે કે પનોતી શબ્દ જોરદાર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. આ શબ્દો કોના કોના માટે વપરાયો તે જાણીને તમે પણ ચોંકી જશો. 


સોશ્યલ મીડિયા પર ભારતની હાર માટે ઘણાબધા કારણો દર્શાવવામાં આવી રહ્યાં છે, જેમાં બેટિંગથી લઇને બૉલિંગ અને ટૉસને જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે મેચને હારવા માટે #पनौती - પનોતી શબ્દ વાપરવામાં આવ્યો છે. આ શબ્દો સોશ્યલ મીડિયા પર કેપ્ટન વિરાટ કોહલી, જય શાહ, અક્ષય કુમાર સહિતના સેલેબ્સ માટે વાપરવામાં આવી રહ્યો છે, સોશ્યલ મીડિયા તેમની તસવીરો અને મીમ્સની સાથે #पनौती શબ્દને ટેગ કરવામાં આવ્યો છે. જુઓ.....