નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી મેચને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. ઇન્ઝમામ-ઉલ-હકે વિરાટ કોહલીના ટીમ સિલેક્શન પર સવાલો ઉઠાવ્યા છે, અને ભારતના હારવા પાછળ કયા ખેલાડીને રમાડવો વિરાટની મોટી થઇ તે જણાવી છે. ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવો વિરાટની મોટી ભૂલ સાબિત થઇ. ઇન્ઝમામ-ઉલ-હક કહ્યું કે, ભારતે પાકિસ્તાન સામે યોગ્ય પ્રકારનુ ટીમ કૉમ્બિનેશન ના બનાવ્યુ અને આ કારણે તેમને છઠ્ઠા બૉલરની કમી અનુભવાઇ અને મેચમાં હારનો સામનો કરવો પડ્યો. 


ઇન્ઝમામ-ઉલ-હકે આગળ કહ્યું કે, છઠ્ઠા બૉલર પાંચ મેઇન બૉલર માટે બેકઅપનુ કામ કરે છે, ભારતને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં ભારતની પહેલી હાર હતી. આ પહેલા રમાયેલી વર્લ્ડકપની 12 મેચોમાં ભારતને જીત જ મળી હતી.


ઇન્ઝમામ-ઉલ-હકે આ વાત પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહી, તેને કહ્યું ભારતની સૌથી મોટી ભૂલ હતી તે હાર્દિકને રમાડવાની. ટીમ સિલેક્શન ભારતની ભૂલ હતી. બાબરને ખબર હતી કે તેની પ્લેઇંગ ઇલેવન શું હશે જ્યારે ભારત આને લઇને નક્કી ન હતુ. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ 8માં નંબર પર બેટિંગ કરતા 8 બૉલમાં 11 રન બનાવ્યા હતા. ખાસ વાત છે કે હાર્દિકને ટીમમા બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે ફાયદાનો સોદો સાબિત ના થયો. તે શાહિન શાહ આફ્રિદીના બૉલ પર પુલ કરતી વખતે તેને ઇજા પહોંચી અને બાદમાં મેચમાથી બહાર થઇ ગયો હતો, તે ફિલ્ડિંગ માટે મેદાન પર ન હતો આવી શક્યો.




T20 World Cup 2021: શાર્દુલ નહીં પણ આ ખેલાડી હાર્દિક પંડ્યાને કરશે રિપ્લેસ, ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ તક મળવાનું નક્કી!


હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની ગયો છે. હાર્દિક બેટિંગમાં કંઈ ખાસ કરી શકતો નથી ઇજાને કારણે તે બોલિંગ પણ કરતો નથી. પસંદગીકારોએ વર્લ્ડ કપની શરૂઆત પહેલા કહ્યું હતું કે હાર્દિકને બેટ્સમેન તરીકે નીચલા ક્રમમાં સ્થાન આપવામાં આવશે. પરંતુ હાર્દિક એ કામ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આવી સ્થિતિમાં, આગામી મેચમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ઈશાન કિશન તેનું સ્થાન લઈ શકે છે. ઈશાને ઈંગ્લેન્ડ સામેની વોર્મ અપ મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય IPLમાં પણ ઈશાને શાનદાર બેટિંગ કરી હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલી આગામી મેચમાં ઈશાનને તક આપી શકે છે.