IPL ચેમ્પિયન મુંબઈને 20 કરોડનું ઈનામ, પ્લે ઓફની બાકીની ટીમોને પણ મળી કેટલી રકમ? જાણો વિગત
abpasmita.in | 13 May 2019 10:15 AM (IST)
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સીઝનની ફાઇનલ બાદ ટોપની ચાર ટીમો પર ઇનામી રકમનોનો વરસાદ થયો.
હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સીઝનની ફાઇનલ બાદ ટોપની ચાર ટીમો પર ઇનામી રકમનોનો વરસાદ થયો. આ વખથની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને તો રૂપિયા 20 કરોડની જંગી ઇનામી રકમ મળી જ પણ પ્લે ઓફમાં પ્રવેશેલી બાકીની ટીમોને પણ જંગી રકમ મળી. મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઇનલમાં હારેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને ઈનામ તરીકે 12.5 કરોડ રૂપિયા મળ્યા જ્યારે ત્રીજા નંબર પર રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમને પણ 8.75 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. આ ઉપરાંત ચોથા નંબર પર રહેલી સનરાઇઝર્સ હૈદ્રાબાદની ટીમને 8.75 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો.