IPL 2018: ચેન્નાઈ સુપર કિંગ્સે હૈદરાબાદને 8 વિકેટથી આપી હાર, રાયડૂએ ફટકારી સદી
પુણેઃ સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલા 180 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. ચેન્નાઈ વતી અંબાતી રાયડૂએ શાનદાર સદી ફટકારી હતી. આ તેની આઈપીએલ કરિયરની પ્રથમ સદી હતી. રાયડૂ અને વોટસને પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. રાયડૂ 100 અને ધોની 20 રને અણનમ રહ્યા હતા.
આજની મેચ પહેલા ચેન્નાઇની ટીમે અત્યાર સુધીમાં 11 મેચમાંથી 7 મેચ જીતી લીધી છે. અને જો SRHને હરાવશે તો ચેન્નાઇનું પ્લેઓફમાં પહોચવું નિશ્ચિત થઇ જશે. SRH પણ અત્યાર સુધીમાં 11 મેચ રમીને 9 મેચમાં જીત હાસલ કરીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે.
સનરાઇઝર્સ સામેનો મુકાબોલ નિહાળવા પહોંચેલા ધોનીના ફેન્સ.
આ પહેલાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. હૈદરાબાદ વતી શિખર ધવને સર્વાધિક 79 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન કેન વિલિયમસને 51 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી શાર્દૂલ ઠાકુરે 2 વિકેટ લીધી હતી.