✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 2018: રાજસ્થાન રોયલ્સે RCBને 19 રનથી આપી હાર, ગોપાલની 2 વિકેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Apr 2018 04:26 PM (IST)
1

જયપુરઃ આઈપીએલમાં રવિવારે સાંજે રમાયેલા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલમાં આરસીબીનો 19 રને પરાજય થયો હતો. આરસીબી વતી કેપ્ટન વિરાટ કોહલીએ 30 બોલમાં 57 રન બનાવ્યા હતા. કોહલી આઉટ થયા બાદ આરસીબીએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી અને કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. રાજસ્થાન વતી ગોપાલે 2 વિકેટ લીધી હતી.

2

45 બોલની ઇનિંગમાં સેમસને 202.44 રનના સ્ટ્રાઇક રેટથી 10 સિક્સર અને 2 ફોરની મદદથી આક્રમક 92 રન બનાવ્યા હતા. કેપ્ટન અંજિક્ય રહાણેએ 36 અને બેન સ્ટોક્સે 27 રનનું યોગદાન આપ્યું હતું. બેંગલુરુ તરફથી ચહલ અને ક્રિસ વોક્સે 2-2 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે 4 ઓવરમાં 60 રન આપ્યા હતા.

3

બેંગ્લોર સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 218 રન બનાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીતવા 219 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાન વતી સંજુ સેમસને સર્વાધિક અણનમ 92 રન બનાવ્યા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 2018: રાજસ્થાન રોયલ્સે RCBને 19 રનથી આપી હાર, ગોપાલની 2 વિકેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.