IPL 2018: રાજસ્થાને સતત 10 બોલમાં 10 બાઉન્ડ્રી ફટકારી બનાવ્યો અનોખો રેકોર્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 May 2018 07:30 AM (IST)
1
મેચની બીજી ઓવર ક્રિષ્નાએ ફેંકી હતી. જેના ત્રીજા બોલ પર રાહુલ ત્રિપાઠીએ સિક્સ, ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર સળંગ ત્રણ ફોર મારી હતી.
2
જે બાદ શિવમ માવીએ મેચની ત્રીજી ઓવર નાંખી હતી. જોસ બટલરે માવીની ઓવરના પ્રથમ બોલ પર ફોર, બીજા બોલ પર સિક્સ, ત્રીજા અને ચોથા બોલ પર ફોર, પાંચમા બોલ પર સિક્સ અને છઠ્ઠા બોલ પર ફોર મારી હતી.
3
કોલકાતાઃ મંગળવાર સાંજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર રાજસ્થાન અને કોલકાતા વચ્ચે રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ રાજસ્થાન પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. રાજસ્થાન વતી જોસ બટલર અને રાહુલ ત્રિપાઠીએ શરૂઆત કરી હતી.
4
આમ રાજસ્થાનની ટીમે માત્ર 10 બોલમાં જ 46 રન બનાવ્યા હતા.