IPL 2018: બેંગ્લોરની 10 વિકેટે ભવ્ય જીત, પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત
બેંગ્લોરઃ આઈપીએલ-11ની 48મી મેચમાં રોયલ ચેલેન્જર્સે બેંગ્લોરે કિંગ્સ ઇલેવન પંજાબને હાર આપીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. જીત માટે 89 રનનો ટાર્ગેટ બેંગ્લોરે માત્ર 8.1 ઓવરમાં જ એક પણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલી 48 અને પાર્થિવ પટેલ 40 રને અણનમ રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચ પહેલા આશીષ નહેરા અને યુવરાજ સિંહ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ માત્ર 15.1 ઓવરમાં જ 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાહુલ અને ગેલે પ્રથમ વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી, જે બાદ ટીમનો ધબડકો થયો હતો. પંજાબ વતી એરોન ફિંચે સર્વાધિક 26 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી ઉમેશ યાદવે 3 વિકેટ લીધી હતી. બેંગ્લોરના 3 બેટ્સમેનો રન આઉટ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -