✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPLમાં ચેન્નાઈનો આ રેકોર્ડ 9 વર્ષથી કોઈ અન્ય ટીમ નથી તોડી શકી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Apr 2018 07:49 AM (IST)
1

આ શાનદાર જીત પછી પણ આઈપીએલમાં સૌથી લોએસ્ટ સ્કોર બનાવીને મેચ જીતવાનો રેકોર્ડ સનરાઈઝર્સના નામે નથી. સનરાઈઝર્સ બીજી સૌથી ઓછો સ્કોર કરીને મેચ જીતનાર ટીમ બની છે. ટી20 લીગમાં સૌથી ઓછો સ્કોર કરીને મેચ જીતવાનો પહેલો રેકોર્ડ સીએસકેના નામે છે. જે તેણે 20 મે 2009ના રોજ કિંગ્સ ઈલેવન પંજાબ સામે ડરબનમાં બનાવ્યો હતો.

2

મંગળવારે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ જેવી મજબૂત ટીમને 18.4 ઓવરમાં 118 રન પર જ અટકાવી ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં હાજર રહેલાં દર્શકોને આશા બંધાઈ કે હવે ઘરેલુ ટીમ આ મેચ સરળતાથી જીતી લેશે. જોકે, આવું ન થયું અને મુંબઈની ટીમ માત્ર 87 રન પર જ સમેટાઈ ગઈ હતી. માત્ર બે બેટ્સમેન (સૂર્યકુમાર યાદવ અને કૃણાલ પંડ્યા) બે જ આંકડામાં પહોંચી શક્યા હતાં. મુંબઈએ આ મેચ 31 રનથી ગુમાવી હતી.

3

તમને જાણીને આશ્ચર્ય થશે કે સીએસકેએ ખૂબ જ ઓછાં રન બનાવ્યાં છતાં વિરોધી ટીમને પણ સાવ ઓછા સ્કોરમાં જ અટકાવી હતી. ગત વિજેતા મુંબઈ ઈન્ડિયન્સનું અભિયાન આઈપીએલ 2018માં શરૂઆતથી જ પાટા પરથી નીચે ચાલી રહ્યું છે.

4

જોકે, આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર બનાવીને મેચ જીતવાનો રેકોર્ડ તેના નામે નથી. આ રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ 9 વર્ષ પહેલાં બનાવ્યો હતો. જે હજુ પણ અનબ્રેકેબલ છે.

5

મુંબઈઃ મુંબઈ ઇન્ડિયસની ટીમ આઈપીએલ 2018 સીઝનમાં ઓછો સ્કોર કરીને પણ મેચ ગુમાવી બેઠી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં સમરાઈઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ 31 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ જીતની સાથે જ સનરાઈઝર્સ હૈદ્રાબાદે આપીઈલ ઈતિહાસમાં બીજી વખત સૌથો ઓછો સ્કોર કરીને પણ મેચમાં જીત મેળવી છે. સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમ તરફથી રશીદ ખાન, એસ કૌલ અને બી થેમ્પીના નેતૃત્વમાં થયેલ ધારદાર બોલિંગના કારણે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 118 રનનો ટાર્ગેટ પણ મેળવી ન શકી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPLમાં ચેન્નાઈનો આ રેકોર્ડ 9 વર્ષથી કોઈ અન્ય ટીમ નથી તોડી શકી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.