IPL ની બે પ્લેઓફ મેચ હવે પુણેની જગ્યાએ આ શહેરમાં થશે, જાણો વિગત
કાવેરી જળ વિવાદને લઈને ચેન્નઈમાં સીએસકેની તમામ મેચો રદ્દ કરી દીધી છે. હવે ટીમ પોતાની બાકી મેચો પુણેમાં રમી રહી છે. પહેલા અહીં બે ક્વોલીફાયર મેચો થવાની હતી. પુણેમાં વધારે મેચો હોવાનો ફાયદો કોલકાતાને મળી રહ્યો છે અને તેને બે ક્વોલીફાયર આયોજીત કરવાની તક મળી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલ સંચાલનના અધ્યક્ષ રાજીવ શુક્લાએ એક જણાવ્યું કે, એલિમિનેટર અને કવોલિફાયર-2 અનુક્રમે 23 અને 25 તારીખે કોલકાતામાં થશે.
કવોલિફાયર-1 22 મેના રોજ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં થશે, જ્યારે 27 મેંના રોજ ફાઈનલ પણ આ જ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.
કાર્યક્રમ અનુસાર આ મેચ પુણેમાં થવાની હતી, જે હવે ચેન્નાઈ સુપર કિંગ્સનું ઘરેલું મેદાન છે. બંગાળ ક્રિકેટ સંઘના સંયુક્ત સચિવ અવિષેક ડાલમિયાનું કહેવું છે કે, ‘અમને પ્લેઓફની હોસ્ટિંગ મળવાથી ખુબ ખુશ છીએ અને તેની રાહ જોઈ રહ્યા છીએ.
કોલકાતા: પુણેમાં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની બે પ્લેઓફ મેચ હવે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિમ પર રમાશે. ટુર્નામેન્ટની સંચાલન પરિષદે શુક્રવારે આ વાતની પુષ્ટી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -