સતત બે મેચમાં પંજાબને જીતાડનારા ક્રિસ ગેઈલને દિલ્હી સામે કેમ ના રમાડાયો ? કેપ્ટન અશ્વિને શું આપ્યું કારણ ?
આઈપીએલ હરાજીમાં ક્રિસ ગેઈલને સૌપ્રથમ કોઈ ખરીદદાર મળ્યો નહોતો. જે બાદ પંજાબે 2 કરોડ રૂપિયામાં તેને ટીમમાં લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચ પહેલા ક્રિકેટપ્રેમીઓને ફરી એક વખત ગેઈલના ધમાકેદાર પ્રદર્શનની આશા હતી પરંતુ ટોસ વખતે પ્લેઇંગ ઇલેવનમાં ક્રિસ ગેઈલનું નામ ન હોવાનું જાણીને ઘણા લોકોને આંચકો લાગ્યો હતો.
ગેઈલે આઈપીએલની અત્યાર સુધીની 3 મેચમાં 170.89ના સ્ટ્રાઇકથી 229 રન બનાવીને ઓરેન્જ કેપ મેળવી હતી. ગેઈલે ત્રણ મેચમાં એક સદી અને બે અડધી સદી પણ ફટકારી છે. ગેઈલના પ્રદર્શનના કારણે પંજાબે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર ઈન્ડિયન પ્રીમિયર લીગની 22મી મેચ સોમવારે સાંજે દિલ્હી ડેરડેવિલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ હતી. લો સ્કોરિંગ મેચમાં પંજાબનો મેચની છેલ્લી ઓવરમાં 4 રને રોમાંચક વિજય થયો હતો.
બરાબર પાંચ વર્ષ પહેલા એટલે કે 23 એપ્રિલ, 2013ના રોજ ક્રિસ ગેઈલે ટી20 ક્રિકેટની સૌથી ઝડપી સદી ફટકારી હતી. તે સમયે ગેઈલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમતો હતો. ગેઈલ તે સમયે 30 બોલમાં સદી કરી હતી અને 66 બોલની ઇનિંગમાં 13 ફોર અને 17 સિક્સની મદદથી અણનમ 175 રન નોંધાવ્યા હતા.
ગેઈલ ઇજાગ્રસ્ત હોવાના કારણે તે મેચ શરૂ થતાં પહેલા જ ટીમમાં નહીં હોય તે સ્પષ્ટ થઈ ગયું હતું. તેમ છતાં તેણે પૂરા ઉત્સાહથી પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. પંજાબના કેપ્ટન અશ્વિન ટોસ વખતે આ વાત કહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -