નવી દિલ્હીઃ શુક્રવારે રાત્રે ઈન્ડિયન પ્રીમિયર લીગની બીજી ક્વોલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હાર આપી હતી. જીત બાદ સીએસકેનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ તેમની દીકરીઓ સાથે વિશાખાપટ્ટનમના મેદાન પર મસ્તી કરતા જોવા મળ્યા હતા.



મુકાબલો નીહાળવા સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા તેની દીકરી ગ્રેસિયા રૈનાને લઇને આવી હતી. મેચ બાદ રૈના ફેમિલી મેદાન પર જીતનો જશ્ન મનાવતું જોવા મળ્યું હતું. મેચ દરમિયાન રૈનાની દીકરી ગ્રેસિયા પણ સ્ટેન્ડમાં હાજર હતી.



સુરેશ રૈનાની જેમ ધોની પણ પરિવાર સાથે જીતનો જશ્ન મનાવતો નજરે પડ્યો હતો. ગઇકાલે ધોનીની પત્ની સાક્ષી અને દીકરી ઝીવા પણ ઉપસ્થિત રહ્યા હતા.



મુકાબલા દરમિયાન ધોની અને રૈનાની પત્ની ટીમને ચિયર કરતી જોવા મળી હતી.



મેચ દરમિયાન ધોની અને રૈનાની દીકરીએ એકબીજા સાથે ખૂબ મસ્તી કરી હતી.


લોકસભા ચૂંટણીઃ વધુ એક જાણીતા અભિનેતા ભાજપમાં જોડાયા, મહાભારત સીરિયલમાં કર્યું છે કામ

ઐશ્વર્યા જેવી જ દેખાય છે આ ઈરાની મોડલ, જુઓ તસવીરો

હરભજન સિંહે IPLમાં બનાવ્યો મોટો રેકોર્ડ, બન્યો ત્રીજો ભારતીય બોલર, જાણો વિગત

અમદાવાદઃ મોડી રાત્રે રખડતા ઢોરની ટક્કરે એક વ્યક્તિનું મોત, જુઓ વીડિયો