18 ડિસેમ્બરે જયપુરમાં યોજાશે IPLના ક્રિકેટરોની હરાજી, આ ખેલાડીઓ પર રહેશે સૌની નજર
મુંબઈઃ આઈપીએલની નવી સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં યોજાશે. મુંબઈ મિરરના અહેવાલ અનુસાર સામાન્ય રાતે સવારે 10 કલાકે શરૂ થનારી હરાજીનો સમય આ વખતે બપોરે 3 કલાક રાખવામાં આવ્યો છે જેથી આ પ્રાઈમ ટાઈમમાં વધુમાં વધુ દર્શકોને ખેંચી શકાય. આ હરાજી સાંજે 9-30 કલાક સુધી ચાલશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના ટાઈમિંગમાં ફેરફાર કરવાનું બીજું કારણ એ પણ છે કે 18 ડિસેમ્બરે પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો ટોસ્ટ મેચ રમાશે અને બોર્ડના અધિકારી નથી ઈચ્છતા કે આઈપીએલની હરાજીને કારણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું ધ્યાન ભંગ થાય.
બીસીસીઆઈના અધિકારીઓ અને બ્રોડકાસ્ટરની વચ્ચે થયેલ મીટિંગ બાદ એ નક્કી કરવામાં આવ્યું છે કે, આ હરાજીને ડે-નાઈટ બનાવવામાં આવે જેથી વધુમાં વધુ વ્યૂઅરશિપ મેળવી શકાય.
આ હરાજીની તારીખ નક્કી થવા પર કેટલીક ટીમ માલિકો નારાજ થશે. તેમને લાગે છે કે હરાજીની તારીખ આઈપીએલનું સ્થળ નક્કી થયા પછી થવી જોઈતી હતી. આઈપીએલ 12ની તારીખ 2019ની સામાન્ય ચૂંટણીને કારણે હજુ જાહેર કરવામાં આવી નથી.
આ મહિને અનેક ખેલાડીઓને રિટે કરવામાં આવ્યા છે અને કેટલાક રિલીઝ કરવામાં આવ્યા છે. ત્યારે યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, ગ્લેન મેક્સવેલ અને જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓ આ વખતે હરાજીમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -