બેગ્લોરઃ ઇન્ડિયન પ્રિમિયર લીગનો આજથી પ્રારંભ થશે. પ્રથમ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની ટીમ એકબીજા સામે ટકરાશે. નોંધનીય છે કે આઇપીએલની 12મી સીઝનની ઓપનિંગ સેરેમની આયોજીત કરાશે નહીં. આ પાછળનું કારણ પુલવામા આતંકી હુમલામા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની છે. આઇપીએલ-12ની પ્રથમ મેચમાં એક તરફ આઇપીએલમાં અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કરનારી ધોનીની ટીમ છે તો બીજી તરફ કોહલીની આરસીબી છે. વિરાટની ટીમ ધોનીના ધુરંધરોને હરાવી દે છે તો તેના માટે શાનદાર શરૂઆત હશે.
રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે અહીંના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલા પોતાની સાત મેચમાંથી છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં 2 ફાઇનલ પણ સામેલ છે. આઇપીએલ 2011 અને ચેમ્પિયન લીગ ટી-20ની ફાઇનલ મેચ છે. તે સિવાય 2014 બાદથી અત્યાર સુધીમાં વિરાટ કોહલીની ટીમ સીએસકેને હરાવી શકી નથી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ વર્ષો આઇપીએલમાં ઓપનિંગ સેરેમની નહી યોજાય. તે સિવાય સીએસકે પ્રથમ મેચમાં ટિકિટના વેચાણથી થનારી કમાણી શહીદોના પરિવારજનોને આપશે.