IPL 2019 ફાઈનલઃ રોહિત શર્માનો કેચ પકડવાની સાથે ધોનીએ બનાવી દીધો મોટો રેકોર્ડ, આવું કારનામું કરનારો બન્યો પ્રથમ વિકેટકિપર
abpasmita.in | 12 May 2019 08:29 PM (IST)
ધોની આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધારે કેચ કરનારો વિકેટકિપર બની ગયો છે.
હૈદરાબાદઃ આઈપીએલ 2019ની ફાઇનલ આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. મુંબઈના ઓપનરો રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોકે 4.5 ઓવરમાં 45 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ ડીકોક શાર્દૂલ ઠાકુરની ઓવરમાં ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. જેના સાથે તેણે આઈપીએલમાં વિકેટકિપર તરીકે પકડેલા કેચના દિનેશ કાર્તિકના રેકોર્ડની બરાબરી કરી હતી. દિનેશ કાર્તિકે આઈપીએલમાં 131 બેટ્સમેનોને પેવેલિયન મોકલવામાં તેનું યોગદાન આપ્યું છે. ડી કોક બાદ મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા દિપક ચહરની ઓવરમાં ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે જ ધોની આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધારે કેચ કરનારો વિકેટકિપર બની ગયો છે. રોબિન ઉથપ્પા 90 કેચ સાથે ત્રીજા, પાર્થિવ પટેલ 82 કેચ સાથે ચોથા અને નમન ઓઝા 75 કેચ સાથે પાંચમા નંબરે છે. IPL 2019 ફાઇનલ પહેલા ધોનીએ શું કર્યુ, તસવીરો જોઇને ચોંકી જશો ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ ધોનીને લઇ આપ્યું મોટું નિવેદન, કહ્યું- તે માત્ર ખેલાડી નહીં પણ ક્રિકેટનો એક યુગ છે