શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2019: પંજાબ સામે હાર્યા બાદ મેચ રેફરીએ રોહિત શર્માને કેટલો દંડ ફટકાર્યો, જાણીને ચોંકી જશો
મોહાલી: મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન અને વચ્ચે શનિવારે રમાયેલી આઈપીએલની 9મી મેચમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજબે મુંબઈને 8 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ હાર બાદ રેફરીએ મુંબઈના કેપ્ટન રોહિત શર્માને ધીમી ઓવર-રેટનો દોષી ઠેરવતા દંડ ફટકાર્યો હતો.
મુંબઈની ટીમે પંજાબા સામે ધીમી ઓવર-રેટથી બોલિંગ કરી હતી. રેફરીએ રોહિત શર્માને 12 લાખનો દંડ ફટકાર્યો હતો. આઈપીએલ અનુસાર આ સીઝનનો કોઈ ટીમનો સ્લો ઓવર રેટનો પ્રમથ મામલો છે જેના પર મેચ રેફરીએ કાર્યવાહી કરી હોય. રોહિત સામે આઈપીએલના કોડ ઓફ કંડક્ટ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કિંગ્સે ઇલેવન પંજાબે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે મેચ જીતવા આપેલા 177 રનના લક્ષ્યાંકને કિંગ્સ ઇલેવન પંજાબે 18.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. લોકેશ રાહુલ 57 બોલમાં 71 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. મુંબઈ તરફથી ડીકોકે 39 બોલમાં 60 તથા રોહિત શર્માએ 19 બોલમાં 32 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું.That's that from Mohali as @lionsdenkxip win by 8 wickets to register their second win of the #VIVOIPL 2019 season.#KXIPvMI pic.twitter.com/ORSzqQxN1K
— IndianPremierLeague (@IPL) March 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion