IPLમાં સતત છ હાર બાદ ટ્વિટર પર આ રીતે ઉડી વિરાટની ટીમ RCBની મજાક
abpasmita.in | 08 Apr 2019 10:51 AM (IST)
આઈપીએલની સીઝ 12માં રવિવારે વિરાટ કોહલીની ટીમે સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી વિરૂદ્ધ રમાયેલ મેચમાં કેપ્ટન કોહલીની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ આઈપીએલની સીઝ 12માં રવિવારે વિરાટ કોહલીની ટીમે સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી વિરૂદ્ધ રમાયેલ મેચમાં કેપ્ટન કોહલીની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા, પરંતુ કોહલીના બોલર આ નાના ટાર્ગેટને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને ટીમને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં પ્રથમ મેચથી હારનો સામનો કરી રહેલ આરસીબીએ સોશિયલ મીડિયા પર પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. રવિવારે મેચ ગુમાવ્યા બાદ સોશિયલ મીડિયા પર આરસીબીના ફેન્સ ખૂબ ભડક્યા હતા, ત્યારે કેટલાક યૂઝર ટીમની મજાક ઉડાવી હતી. આગળ જુઓ ટીમને લઈને કેવી કેવી ઉડી રહી છે મજાક....