હરાજી બાદ હેટમાયરે પોતાની ખુશી વ્યક્ત કરી અને નાચતો એક વીડિયો શેર કર્યો છે. દિલ્હીએ તેને ખરીદ્યા બાદ તેમનું સ્વાગત કરતાં તેણે પોતાના ફેન્સ માટે કંઈક કહેવા માટે કહ્યું. ત્યાર બાદ હેટમાયરે વીડિયો મોકલ્યો જેમાં તે ઘરે ચડ્ડી પહેરીને નાચકી જોવા મળી રહ્યો છે.
22 વર્ષના હેટમાયરે ભારત-વિન્ડીઝની વચ્ચે રમાઈ રહેલ સીરીઝની પ્રથમ વનડેમાં 139 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી જેના કારણે તે ભારતે તે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ની આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફતી હેટમાયરે પોાતનું આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું. આરસીબીએ તેને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
તોફાની બેટિંગ માટે જાણીતા હેટમાયરે વેસ્ટ ઇન્ડિઝ માટે અત્યાર સુધી 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેણે એક હાફ સેન્ચુરી સહિત 125ની સ્ટ્રાઈક રેટથી 279 રન બનાવ્યા છે. હેટમાયરે વિતેલા વર્ષે જ વિરાટની ટીમ આરસીબી તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને પાંચ મેચમાં 90 રન બનાવ્યા હતા.