નવી દિલ્હીઃ મહિનાઓની અનિશ્ચિતતા બાદ આઈપીએલની 13મી સીઝન આજથી યૂએઈમાં શરૂ થઈ રહી છે. આઈપીએલ ઈતિહાસમાં બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ મેચમાં આજે એક બીજા સામે હશે. બન્ને ટીમ વિજયથી શરૂઆત કરવા માગતી હશે પરંતુ બન્ને માટે રસ્તો એટલો સરળ નથી.


મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 28 મુકાબલા રમાયા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 17 જીત મેળવી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 11 વખત વિજેતા બન્યું છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે એક પણ વખત ચેન્નઈને જીતવા દીધું નથી. ફાઈનલમાં આ બંને ટીમો વચ્ચે ત્રણ વખત ટક્કર થઈ છે. જેમાં બે વખત મુંબઈ અને એક વખત ચેન્નઈ વિજેતા બન્યું છે.

મેચ આજથી અબુ ધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 7-30 કલાકે શરૂ થશે. કોરોનાને કારણે જોકે આ વખતે આઈપીએલ દર્શકો વગર જ ખાલી સ્ટેડિયમમાં રમાશે. દર્શક હંમેશાથી આઈપીએલનો સૌથી મહત્ત્વનો ભાગ રહ્યા છે એવામાં તેમના વગર આઈપીએલ રમવી અને ટીવી પર જોવું થોડું અજીબ તો જરૂર હશે. જોકે ટીવી પર તેને કોરોડ લોકો દ્વારા જોવાની આશા છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની સૌથી સફળ ટીમો પૈકીની એક છે. મુંબઈ ઈન્ડિયન્સે ચાર વખત આઈપીએલ ખિતાબ જીત્યો છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વખત વિજેતા બની છે. એટલું જ નહીં 10 સીઝન રમનારી આ ટીમ 8 વખત ફાઈનલમાં પહોંચી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ