આઈપીએલની 41મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 10 વિકેટથી હાર આપી છે. મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 114 રન બનાવ્યા હતા.


મુંબઈ ઈન્ડિયન્સે 12.2 ઓવરમાં જ ટાર્ગટ હાંસલ કરી લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશને અડધી સદી ફટકારતા 37 બોલમાં 68 રન બનાવ્યા હતા. ડિ કોકે પણ 37 બોલમાં 46 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. Cચેન્નઈ સુપર કિંગ્સને 10 વિકેટથી હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબર પર પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 114 રન બનાવી શકી હતી. સેમ કરને લડાયક ઈનિંગ રમી 52 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી બોલ્ટે 4, બુમરાહ- રાહુલ ચાહરે બે-બે વિકેટ તેમજ નાથન કુલ્ટર-નાઈલે એક વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ત્રણ રનમાં તેની ચાર વિકેટ પડી ગઈ હતી. રિતુરાજ ગાયકવાડ શૂન્ય રને આઉટ થયો હતો હતો. અંબાતી રાયડૂ બે રને અને એન જગદીશન શૂન્ય રને આઉટ થયા હતા. ફાફ ડુ પ્લેસિસ માત્ર એક રન અને રાયડુ બે રન બનાવી આઉટ થયા હતા. મુંબઈ તરફથી બોલ્ટે 4 વિકેટ ઝડપી હતી, બુમરાહ અને ચહરે 2-2 વિકેટ ઝડપી હતી.

મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈની ટીમમાં કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં નહોતો તેની જગ્યાએ પોલાર્ડ ટીમનું સુકાન સંભાળી રહ્યો હતો.