સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપરકિંગ્સને જીત માટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. પ્રિયમ ગર્ગ પોતાની પહેલી ફિફટી ફટકારતા 26 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 51 રન કર્યા હતા. અભિષેક શર્માએ 31 રન બનાવ્યા હતા. ચહરે બે વિકેટ ઝડપી હતી, જ્યારે ઠાકુર અને ચાવલાએ 1-1 વિકેટ ઝડપી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  હૈદરાબાદે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ચેન્નાઈએ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે.

ચેન્નાઈએ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. બ્રાવો, અંબાતી રાયુડુ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળ્યું છે.  મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ અને હેઝલવુડની જગ્યાએ તક મળી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ : એમએસ ધોની), શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, અંબાતી રાયુડુ, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, સેમ કરન, ડ્વેન બ્રાવો, પિયુષ ચાવલા, શાર્દુલ ઠાકુર અને દિપક ચહર

સનરાઈઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો (વિકેટકીપર), કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, મનીષ પાંડે, અબ્દુલ સમદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, ટી નટરાજન અને અભિષેક શર્મા