દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈજી દિલ્હી કેપિટલ્સના મુખ્ય બોલર ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થઈ ગયો છે. એવામાં હવે ઈશાંતનું પ્રથમ મેચ રમવું લગભગ નક્કી નથી લાગી રહ્યું. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, આઈપીએલ 13મી સીઝનની બીજી મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમાં રવિવારે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની વચ્ચે રમાવાની છે. પરંતુ મેચ પહેલા જ ફાસ્ટ બોલર ઈશાંત શર્માને પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજા થઈ છે.

અહેવાલ અનુસાર, ઈશાંતને પીઠના ભાગે ઈજા પહોંચી છે. આ પહેલા પણ ઘણીવાર ઈજાગ્રસ્ત થઈ ચૂક્યો છે. ઈશાંતને આ વર્ષના જાન્યુઆરીમાં પગમાં ઈજા પહોંચી હતી. તેના એક મહિના બાદ તેણે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં વાપસી કરી હતી. પરંતુ તે ફરી ઈજાગ્રસ્ત થઈ ગયો છે.

દિલ્હી કેપિટલ્સમાં ઈશાંત સિવાય ભારતીય ફાસ્ટ બોલર તરીકે હર્ષલ પટેલ, મોહિત શર્મા અને આવેશ ખાન પણ સામેલ છે. ઈશાંતની ગેરહાજરીમાં આ ત્રણેયમાંથી કોઈ એકને રમવાની તક મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) બન્ને હજુ સુધી એક પણ વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામે કરી શકી નથી. આ વખતે બન્ને ટીમોની નજર સારુ પ્રદર્શન કરી ખિતાબ પોતાના નામે કરવા પર રહેશે.

દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શિમરન હેટમેયર, માર્કસ સ્ટૉઇનિસ, કીમો પૉલ/ડેનિયમ્સ સેમ્સ, રવિચંદ્ર્ન અશ્વિન, ઇશાંત શર્મા અને કગીસો રબાડા.

કિંગ્સ ઇલેવન પંજાબની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, સરફરાજ ખાન, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન (વિકેટકીપર), મન્દીપ સિંહ, કે ગૌતમ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને શેલ્ડન કૉટરેલ.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ