IPL 2020 Final: બાંગરે મુંબઈ સામે ફાઈનલ મુકાબલા પહેલા દિલ્હી કેપિટલ્સને આપી આ ખાસ સલાહ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Nov 2020 05:21 PM (IST)
દિલ્હી કેપિટલ્સ પ્રથમ વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચી છે અને મંગળવારે સાંજે ખિતાબ માટે તેનો મુકાબલો મુંબઈ સામે છે.
તસવીર @DelhiCapitals
દુબઈ: પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય બાંગરનું માનવું છે કે દિલ્હી કેપિટલ્સ પાસે શાનદાર પ્રતિભાશાળી ખેલાડીઓની એક ટીમ છે અને તેઓ આઈપીએલ 13નો ખિતાબ જીતે કે હારે, તેમણે પોતાના ખેલાડીઓને પોતાની પાસે જ રાખવા જોઈએ. દિલ્હી કેપિટલ્સ પ્રથમ વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચી છે અને મંગળવારે સાંજે ખિતાબ માટે તેનો મુકાબલો મુંબઈ સામે છે. બાંગરે સ્ટાર સ્પોર્ટસના ક્રિકેટ કનેક્ટેડ કાર્યક્રમમાં કહ્યું, દિલ્હીને સતર્ક રહેવું પડશે. તેમની પાસે પ્રતિભાશાળી ખેલાડીઓની એક શાનદાર ટીમ છે અને તેમની સાથે બન્યા રહેવું જોઈએ. પછી ભલે તે ખિતાબ જીતે કે હારે. તેમણે કહ્યું જો ખેલાડીઓમાં વિશ્વાસ બતાવે છે તો મને લાગે છે કે ચેમ્પિયનશિપ તેમની આસપાસ છે. બાંગરે કહ્યું જ્યારે ખેલાડીઓને નીલામીમાં પસંદ કરવામાં આવે છે ત્યારે તેમની પાસે એ પ્રકારનું તત્વ હોઈ શકે છે. જ્યારે ખેલાડીઓને ટ્રેડ કરવામાં આવે છે, તો તેનો મતલબ છે કે ટીમ તરફથી ખેલાડીને છૂટા કરવાની એક સ્પષ્ટ રણનીતિ છે અને જે ટીમ ખેલાડીઓને ખરીદી રહી છે, એ ખેલાડીએ ક્યા પ્રકારની ભૂમિકા નિભાવવાની છે, જો વિશેષ ખેલાડીએ નિભાવવાની છે.