IPL 2020નો કાર્યક્રમ થયો જાહેર, જાણો કઈ તારીખે કોની કોની વચ્ચે થશે ટક્કર, જુઓ લિસ્ટ

કોરોના સંકટના કારણે આ વખતે આઈપીએલ બાયો સિક્યોર માહોલમાં યોજાશે. 53 દિવસમાં તમામ 8 ટીમો 14-14 મેચો રમશે.

Continues below advertisement
નવી દિલ્હીઃ BCCI દ્વારા  ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમયર લીગ 2020નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારી કારણે આ વખતે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરે સુધી યૂએઈમાં રમાવાની છે. કુલ 60 મેચો રમાશે. જેમાંથી લીગ રાઉન્ડમાં રમાનારી 56 મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ફાઇનલ મેચનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. કોરોના સંકટના કારણે આ વખતે આઈપીએલ બાયો સિક્યોર માહોલમાં યોજાશે. 53 દિવસમાં તમામ 8 ટીમો 14-14 મેચો રમશે. એક એલિમિનેટર, બે ક્વાલિફાયર અને ફાઈનલ સહિત આઈપીએલમાં કુલ 60 મેચ રમાશે.
આઈપીએલ 2020નો પ્રથમ મુકાબલો ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. લીગ મેચનો અંતિમ મુકાબલો શારજહામાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 3 નવેમ્બરના રોજ રમાશે. ટૂર્નામેન્ટમાં 10 દિવસ ડબલ હેડર  મુકાબલા એટલે કે એક દિવસમાં 2-2 મેચ રમાશે.  બપોરની મેચ 3:30 વાગ્યે શરૂ થશે.
Continues below advertisement
Sponsored Links by Taboola