IPL 2020 KKR vs MI: કોલકાતાએ ટોસ જીત્યો, મુંબઈની પ્રથમ બેટિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Sep 2020 07:03 PM (IST)
મુંબઈ ઈન્ડિયંસની નજર પ્રથમ મેચમાં સીએસકે સામે મળેલી હારથી બહાર નીકળવાની રહેશે, જ્યારે કેકેઆર જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરશે.
IPL 2020 KKR vs MI: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે પાંચમો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. મુંબઈ ઈન્ડિયંસની નજર પ્રથમ મેચમાં સીએસકે સામે મળેલી હારથી બહાર નીકળવાની રહેશે, જ્યારે કેકેઆર જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરશે. મેચમાં કોલકાતાના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન રોહિત શર્મા, ક્વિંટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેંટિસન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલવેન સુનીલ નરેન, શુભમન ગિલ, નિતીશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિક, નિખિલ નાયક, આંદ્રે રસેલ, પેટ કમિંસ, કુલદીપ યાદવ, શિવમ માવી, સંદીપ વારિયાર