કિંગ્સ ઇલેવન પંજાબનો કેપ્ટન કેએલ રાહુલ 69 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 132 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. સદી ફટકારવાની સાથે જ તે IPL 2020માં સદી ફટકારનારો પ્રથમ ક્રિકેટર બની ગયો હતો. આઈપીએલમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર બનાવનારો પણ ભારતીય બન્યો હતો.
આ ઉપરાંત આજની મેચમાં 2 રન બનાવવાની સાથે જ આઈપીએલમા તે સૌથી ઝડપી 2000 રન બનાવનારો ભારતીય બેટ્સમેન બની ગયો હતો. રાહુલે આઈપીએલની 60મી ઈનિંગમાં આ કારનામું કર્યું. આઈપીએલમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેક્રોડ ક્રિસ ગેઇલના નામે છે. ગેઇલે 48 ઈનિંગમાં જ આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
આઈપીએલમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો ભારતીય રેકોર્ડ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના નામે હતો. સચિને 63 ઈનિંગમાં આ કારનામું કર્યુ હતું.