IPL 2020 MI vs RCB:  ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020નો 10મો મુકાબલો રોહિત શર્માને કેપ્ટનશિપવાળી મુંબઈ ઈન્ડિયન્સ અને વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બન્ને ટીમો દમદાર અને યુવા ખેલાડીઓથી ભરેલી છે. આજની મેચ દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે.

મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

રૉયલ ચેલેન્જર્સ બેગ્લોરની પ્લેઇંગ ઇલેવન

દેવવ્રત પડિક્કલ, એરોન ફિન્ચ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ગુરકિરત સિંહ માન, ઇસુરુ અદાના, વૉશિંગટન સુંદર, નવદીપ સૈની, એડમ ઝમ્પા, યુજવેન્દ્ર ચહલ.

મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, ટ્રેન્ટ બૉલ્ટ, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ.