IPL 2020 RCB vs KKR: બેંગ્લોરે કોલકાતાને જીતવા આપ્યો 195 રનનો ટાર્ગેટ, ડિવિલિયર્સના 33 બોલમાં વિસ્ફોટક અણનમ 73 રન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2020 09:18 PM (IST)
મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
PL 2020 RCB vs KKR: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 28મો મુકાબલો વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિનેશ કાર્તિકની આગેવાની વાળી કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે.મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. પડીક્કલ અને ફિંચે પ્રથમ વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપ કરી હતી. એરોન ફિંચ 37 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 47 રન, પડીક્કલે 23 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 32 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 28 બોલમાં 33 રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે એબી ડિવિલિયર્સે બોલમાં 33 5 ચોગ્ગા અને 6 છગ્ગા વડે અણનમ 73 રન બનાવ્યા હતા. RCB અત્યાર સુધીમાં 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. જ્યારે KKR પણ 6 મેચમાં 4 જીતીને 8 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. આરસીબી કરતાં કેકેઆરનો રનરેટ સારો હોવાથી તે ત્રીજા ક્રમે છે. આજની મેચ જીતીને બંને ટીમો પોઇન્ટ ટેબલમાં સ્થાન મજબૂત કરવા માંગશે. કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન રાહુલ ત્રિપાઠી, શુબમન ગિલ, નીતિશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિ, ટોમ બેનટોન, આંદ્રે રસેલ, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ ક્રિષ્ના, વરુણ ચક્રવર્તી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન દેવદત્ત પડ્ડીકલ, એરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, ક્રિસ મોરિસ, ઇસુરુ ઉદાના, નવદીપ સૈની, મોહમ્મદ સિરાઝ, યુઝવેન્દ્ર ચહલ