દિલ્હીની કેપ્ટન શ્રેયસે ટીમમાં હર્ષલ પટેલના સ્થાને તુષાર દેશપાંડેને સામેલ કરવામાં આવ્યો છે. તુષારની ડેબ્યૂ મેચ છે. દિલ્હીએ ગત મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી પાસે આક્રમક બહેટ્સમેન છે અને રબાડાની આગેવાની બોલિંગ આક્રમણ પણ મજબૂત છે.
તુષાપ દેશપાંડેને આઈપીએલ હરાજીમાં દિલ્હી કેપિટલ્સે 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. તુષાર મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે અને રણજી ટ્રોફી સહિત અન્ય ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરીને આઈપીએલમાં એન્ટ્રી લીધી હતી. તેણે 2016-17ની રણજી ટ્રોફી સીઝનમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. 2018માં વન ડે ટુર્નામેન્ટ વિજય હજારે પ્રથમ વખત રમ્યો હતો.
2019માં દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા બ્લૂ ટીમમાં તેને સામેલ કરાયો હતો. તે 20 ફર્સ્ટ ક્લાસ મેચમાં 50 વિકેટ ઝડપી ચુક્યો છે. જ્યારે લિસ્ટ એ કરિયરની 19 મેચમાં 21 અને ઘરેલુ ટી20 મેચમાં 31 વિકેટ તેના નામે નોંધાયેલી છે.
ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ, તુષાર દેશપાંડે મુંબઈના કલ્યાણમાં રહેતો હતો અને લોકલ ટ્રેનમાં શિવાજી પાર્ક જિમખાના એકેડમી બેટ્સમેન બનવા આવ્યો હતો. જ્યારે તે અહીં પહોંચ્યો ત્યારે ઘણી લાંબી લાઇન હતી અને તે મુસાફરી કરીને આવ્યો હોવાથી બેટ્સમેનની લાઇનમાં ઉભા રહેવાના બદલે બોલરની લાઇનમાં જતો રહ્યો. આજે મુંબઈ પાસે એક સારો ફાસ્ટ બોલર છે અને હવે તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવા જઈ રહ્યો છે.