દિલ્હી કેપિટલ્સના બોલર રબાડાએ ચેન્નઈના બેટ્સમેન ફાફ ડુપ્લેસિસને ધવનના હાથે કેચ આઉટ કરાવવાની સાથે જ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો હતો. રબાડા આઈપીએલમાં સૌથી ઓછી મેચમાં 50 કે તેથી વધુ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો. રબાડાએ આઈપીએલ કરિયરની 27મી મેચમાં જ આ સિદ્ધી હાંસલ કરી હતી. આ ઉપરાંત તેણે સૌથી ઓછા બોલમાં 50 આઈપીએલ વિકેટ ઝડપાનો રેકોર્ડ બનાવ્યો હતો. રબાડાએ 616 બોલમાં આ કારનામું કર્યુ હતું.
સુનીલ નારાયણે 32 આઈપીએલ મેચમાં, મલિંગાએ 33 આઈપીએલ મેચમાં, ઈમરાન તાહિરે 35 આઈપીએલ મેચમાં, અમિત મિશ્રાએ 37 આઈપીએલ મેચમાં 50 વિકેટ ઝડપી હતી. બોલની દ્રષ્ટીએ આઈપીએલ કરિયરમાં બીજા ક્રમે રહેલા મલિંગાએ 749, સુનીલ નારાયણે 760 બોલ, ઈમરાન તાહિરે 766 બોલ અને માહિત શર્માએ 797 બોલમાં આ સિદ્ધી મેળવી હતી.