IPL 2020 CSK v RR: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 36મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ  અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. આજની મેચ જીતનાર ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રહેશે. મેચમાં ધોનીના નેતૃ્ત્વ હેઠળની ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.


બંને ટીમો 9 મેચ રમી છે અને તેમાં 3 મેચ જીતી છે. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા ક્રમે અને રાજસ્થાન રોયલ્સ છેલ્લા ક્રમે  છે.

રાજસ્થાન રોયલ્સની ટીમ

રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રાહુલ તેવટિયા, જોફ્રા આર્ચર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ

ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, શેન વોટસન, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દીપર ચહર, પીયૂષ ચાવલા, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ