IPL 2020:  ચેન્નઈ સુપર કિંગ્સનો આજે બીજા મુકાબલો રાજસ્થાન રૉયલ્સ સાથે છે. આ સીઝનો રાજસ્થાન રૉયલ્સની આ પ્રથમ મેચ છે. ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલની 13મી સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચૂકેલા ધોનીએ પ્રથમ મેચમાં બે મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. હવે રાજસ્થાન વિરુદ્ધ પણ ધોની આ મેચમાં ત્રણ મોટા માઈલસ્ટોન પ્રાપ્ત કરી શકે છે.


મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલ ખિતાબ ત્રણ વખત પોતાના નામે કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાય ધોની આઈપીએલમાં પણ સફળ કેપ્ટનમાંથી એક છે. સ્ટીવ સ્મિથની કેપ્ટનશિપવાળી રાજસ્થાનની ટીમ વિરુદ્ધ ધોની ઉતરશે તો તેઓ સિક્સ મારવાનો એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. 300 સિક્સ ફટકારનાર ધોની ભારતના ત્રીજા ખેલાડી બની શકે છે. ધોનીના ખાતમાં 295 આઈપીએલ સિક્સ છે. તેઓ 300 સિક્સના મુકામ સુધી પહોંચવામાં માત્ર પાંચ સિક્સ દૂર છે. ધોની સિવાય માત્ર બે જ ભારતીય છે, જેમણે આઈપીએલમાં 300થી વધુ સિક્સ મારી છે.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા 361 સિક્સ નોંધાવી ચૂક્યા છે. જ્યારે સુરેશ રૈના 311 સિક્સ. ચેન્નઈ સુપરકિંગ્સના સ્ટાર ખેલાડી ગણાતા સુરેશ રૈના આ વખતે આઈપીએલમાં અંગત કારણોસર નથી રમી રહ્યો.

સીએસકેના કેપ્ટ ધોની અને વિકેટકીપર તરીકે 100 કેચ ઝડપી ચૂક્યા છે. જો તેઓ આ મેચમાં વધુ ત્રણ કેચ કરશે તો સુરેશ રૈનાથી આગળ નીકળી જશે. સુરેશ રૈનાના ખાતામાં 102 આઈપીએલ કેચ છે. વિકેટકીપર તરીકે ધોનીએ આઈપીએલમાં 96 કેચ ઝડપ્યા છે. જો તેઓ ચાર કેચ કરશે તો વિકેટકિપર તરીકે 100 કેચ કરનાર બીજો ખેલાડી બની જશે. દિનેશ કાર્તિકના ખાતામાં વિકેટકીપર તરીકે 101 કેચ છે.

આ સિવાય ધોનીએ 191 આઈપીએલ મેચોમાં 42.21 એવરેજથી 4432 રન બનાવ્યા છે અને તે 4500ના આંકડાથી માત્ર 68 રન દૂર છે. આઈપીએલમાં ધોનીથી સૌથી વધુ રન માત્ર વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, ડેવિડ વર્નર, શિખર ધવન, એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલે બનાવ્યા છે.