નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરા વચ્ચે યુએઈમાં આગામી મહિને આયોજિત થઈ જવા રહેલી આઈપીએલ પહેલા રાજસ્થાન રોયલ્સના કેમ્પમાં સંક્રમણની ખબર આવી છે. ટીમના ફિલ્ડિંગ કોચ દિશાંત યાગ્નિક કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને હવે 14 દિવસ સુધી હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન રહેશે. દિશાંત અને રાજસ્થાનની ટીમ બુધવારે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.


રાજસ્થાન રોયલ્સે દિશાંતના કોરોના ટેસ્ટને લઈ નિવેદન જાહેર કર્યું. ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું, મુંબઈમાં તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ એકત્ર થતા પહેલા કોરોના ટેસ્ટ કારાવાયો હતો. જેમાં દિશાંતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નિવેદનમાં રાજસ્ન રોયલ્સે જણાવ્યું, ફિલ્ડિંગ કોચ દિશાંત યાગ્નિકનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ટીમના તમામ સભ્યોએ આગામી સપ્તાહે યુએઈ રવાના થતાં પહેલા મુંબઈમાં કેમ્પ કરવાન હતો. ફ્રેન્ચાઇઝીએ બીસીસીઆઈના દિશા નિર્દેશ પ્રમાણે સાવધાનીના ભાગ રૂપે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવાનું કહ્યું હતું.



બીસીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી એસઓપી મુજબ, દિશાંતને યુએઈમાં 6 દિવસ માટે આઈસોલેટ કરવામાં આવશે અને ટીમના સભ્યોના આ દરમિયાન ત્રણ ટેસ્ટ કરવામાં આવશે. જેમાં નેગિટિવ રિપોર્ટ આવવો જરૂરી છે.