નવી દિલ્હીઃ ક્રિકેટ અને ગ્લેમર વર્લ્ડનો વર્ષો જૂનો સંબંધ છે. ક્રિકેટની દુનિયાના અનેક ખેલાડીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસીનાઓ સામે બોલ્ડ થયા છે. શર્મિલા ટાગોર-નવાબ પટોડીથી લઈ અનુષ્કા શર્મા-વિરાટ કોહલી આવા અનેક ઉદાહરણો આપણી સામે છે. હવે તેમાં વધુ એક નામ જોડાઈ શકે છે.

ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ એક એક્ટ્રેસને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલ છે. શૉના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવેલી કમેન્ટ્સથી તે એકટ્રેસ પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો હોવાની અટકળો વહેતી થઈ છે.

પ્રાચી સિંહ પૃથ્વી શૉની લગભગ દરેક પોસ્ટ પર કમેંટ કરે છે અને શૉ પણ તેનો જવાબ આપવાનું નથી ભૂલતો. બંનેની કમેંટ જોઈને તેમની વચ્ચે મિત્રતાથી કંઈક વધારે હોવાનો લોકો અંદાજ લગાવી રહ્યા છે. જોકે પૃથ્વી અને પ્રાચી તરફથી હજુ સુધી મગનું નામ મરી નથી પાડવામાં આવ્યું.


પ્રાચી સિંહ એક ટીવી એક્ટ્રેસ છે. તે કલર્સ ચેનલની લોકપ્રિય ચેનલ 'ઉડાન સપનોં કી'માં નજરે પડી ચુકી છે. જેમાં તે સમીરની બહેનના રોલમાં જોવા મળી હતી. પ્રાચી માત્ર એક્ટ્રેસ જ નથી પરંતુ એક સારી બેલી ડાંસર પણ છે. પ્રાચી સિંહ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બેલી ડાંસિંગના વીડિયો પોસ્ટ કરતી રહે છે.