નવી દિલ્હીઃ આઇપીએલની (IPL 2021) સિઝન 14 શરૂ થઇ ચૂકી છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે આ સિઝન માટે સારા સમાચાર મળી રહ્યાં છે, તે પ્રમાણે હવે ટીમ પહેલા કરતાં વધુ મજબૂત બની ગઇ છે. ભારતના ઓલરાઉન્ડર અને દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ખેલાડી અક્ષર પટેલ (Axar Patel) ટીમ સાથે જોડાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે આઇપીએલ (IPL) શરૂ થયા પહેલા જ અક્ષર પટેલ કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો, ત્યાબાદ તેને ત્રણ અઠવાડિયા સુધી હૉસ્પીટલમાં વિતાવવા પડ્યા હતા. હવે તે કોરોનાને માત આપીને ફરીથી આઇપીએલ માટે ટીમ સાથે જોડાઇ ગયો છે. આ સાથે દિલ્હીના કેમ્પમાં ખુશીની લહેર પ્રસરી છે. 


ટેસ્ટમાં નીકળ્યો હતો કોરોના પૉઝિટીવ.....
આ 27 વર્ષીય ગુજરાતી ઓલરાઉન્ડર (Axar Patel) આ પહેલા 28 માર્ચે મુંબઇમાં દિલ્હીની (DC Team) ટીમ સાથે જોડાયો હતો, તે નેગેટિવ રિપોર્ટની સાથે બાયૉ બબલમાં આવ્યો હતો, પરંતુ ત્રણ એપ્રિલે તેનો કૉવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ નીકળ્યો હતો. તેનામા સામાન્ય લક્ષણો દેખાયા હતા, આ પછી તેને ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ફેસિલીટમાં મોકલી દેવામાં આવ્યો હતો. 


વીડિયો કર્યો શેર.....
દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલના ટીમ સાથે જોડાવવાનો વીડિયો પૉસ્ટ કરતા ટ્વીટ કર્યું- બાપૂની (અક્ષર પટેલ) દિલ્હી કેપિટલ્સ કેમ્પ વાપસી પર તમામ ચહેરાઓ પર મુસ્કાન આવી ગઇ. પટેલે વીડિયોમાં કહ્યું-  આદમી દેખ કે હી તો મુજે મજા આ રહા હે..... ઉલ્લેખનીય છે કે આઇપીએલ (IPL) શરૂ થયા પહેલા જ અક્ષર પટેલ કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો, ત્યાબાદ તેને ત્રણ અઠવાડિયા સુધી હૉસ્પીટલમાં વિતાવવા પડ્યા હતા. હવે તે કોરોનાને માત આપીને ફરીથી આઇપીએલ માટે ટીમ સાથે જોડાઇ ગયો છે. આ સાથે દિલ્હીના કેમ્પમાં ખુશીની લહેર પ્રસરી છે. 


અક્ષર પટેલની જગ્યાએ આને મળી હતી જગ્યા.....
ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલ આઇપીએલમાં રૉયલ ચેલેન્જર્સના દેવદત્ત પડીકલ બાદ આ ઘાતક વાયરસથી સંક્રમિત થનારો બીજો ખેલાડી બન્યો હતો. અક્ષરની ગેરહાજરીમાં દિલ્હીએ મુંબઇના શમ્સ મુલાનીને પોતાની ટીમ સાથે જોડ્યો હતો.