16 વર્ષથી નાની ઉંમરના દર્શકોને કયા સ્ટેડિયમમાં IPLની મેચો જોવા પર લગાવાયો પ્રતિબંધ, જાણો શું છે કારણ

ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) યુએઇમાં શરૂ થઇ રહેલી બીજા ફેઝની મેચોમાં ફેન્સને કેટલીક શરતોને આધીન મેદાનમાં પ્રવેશવાની અનુમતિ આપી છે.

Continues below advertisement

IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગના બીજા તબક્કાની આજથી એટલે કે 19 સપ્ટેમ્બરથી શરૂઆત થવા જઇ રહી છે. આજની પહેલી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ખાસ વાત છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) યુએઇમાં શરૂ થઇ રહેલી બીજા ફેઝની મેચોમાં ફેન્સને કેટલીક શરતોને આધીન મેદાનમાં પ્રવેશવાની અનુમતિ આપી છે. આ બધાની વચ્ચે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં, યુએઇના શારજહાં સ્ટેડિયમમાં IPL 2021ની બીજા તબક્કાની રમાનારી મેચોમાં 16 વર્ષથી ઓછી ઉંમરના ફેન્સને એન્ટ્રી નહીં મળે. 

Continues below advertisement

16 વર્ષથી ઓછી ઉંમરના ફેન્સની એન્ટ્રી પર પ્રતિબંધ-  
શારજહાંમાં રમાનારી આઇપીએલની બીજા ફેઝની મેચોમાં 16 વર્ષથી ઓછી ઉંમરના ક્રિકેટ ફેન્સની એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત અહીં આવનારા દર્શકોને 48 કલાક પહેલા આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ બતાવવો પડશે. ત્યારે તેઓ સ્ટેડિયમમાં આવીને મેચ જોઇ શકશે.

પુરેપુરા રસીકરણ બાદ દુબઇમાં એન્ટ્રી- 
દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલના બીજા તબક્કામાં રમાનારી મેચોનો આનંદ ઉઠાવવા માટે ફેન્સની પાસે બન્ને ડૉઝ વેક્સિનના સર્ટિફિકેટ હોવુ અનિવાર્ય છે. પુરેપુરુ રસીકરણ થયા બાદ જ એન્ટ્રી મળી શકશે. આ ઉપરાંત સ્ટેડિયમની અંદર પણ ફેન્સને સોશ્યલ ડિસ્ટન્સિંગ નિયમોનુ પાલન કરવુ અને માસ્ક પહેરવુ પડશે. દુબઇ સ્ટેડિયમમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રસીકરણનુ પ્રમાણપત્ર બતાવવાની જરૂર નહીં પડે. 

અબુધાબીમાં પણ વેક્સિનેશન પ્રૂફ -
દુબઇની જેમ અબુધાબી ક્રિકેટ સ્ટેડિયમમાં પણ ફેન્સને મેચ જોવા માટે પોતાનુ વેક્સીનેશન પ્રૂફ બતાવવુ પડશે. આ ઉપરાંત ફેન્સની પાસે 48 કલાક પહેલા થયેલો આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પણ પોતાની પાસે રાખવો પડશે. આ સ્ટેડિયમમાં 12-15 વર્ષના ફેન્સ માટે વેક્સીન પ્રૂફની જરૂર નહીં પડે, પણ સ્ટેડિયમની અંદર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ અનિવાર્ય રીતે કરવો પડશે. 

Continues below advertisement
Sponsored Links by Taboola