નવી દિલ્હીઃ આઇપીએલના (IPL 2021) કેટલાક ખેલાડીઓ કોરોના પૉઝિટીવ (Covid Positive) નીકળ્યા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL and Corona) ગવર્નિંગ કાઉન્સિલ અને ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે આઇપીએલ 2021ની સિઝનને રદ્દ કરી દીધી છે. આઇપીએલ સસ્પેન્ડ (IPL Suspended) થયા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના (SRH) ખેલાડી ડેવિડ વોર્નરે (David Warner) તેના પરિવાર તરફથી પાછો તેને આવવા માટે મોકલવામાં આવેલા એક મેસેજને સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.
ઓસ્ટ્રેલિયન ઓપનર બેટસમેન (David Warner) આ સમયે દિલ્હીમાં છે. વોર્નરની પત્ની અને તેની ત્રણ દીકરીઓ તેને ઘરે આવવાનો ઇન્તજાર કરી રહી છે. વોર્નરે મેસેજની (Emotional Message) એક તસવીર શેર કરી છે. જેમાં તેની દીકરીઓ (David Warner Daughters) લખ્યું છે- પ્લીઝ ડેડી, તમે સીધા જલ્દીથી સીધા ઘરે પાછા આવી જાઓ, અમે તમને બહુ જ યાદ કરી રહ્યાં છીએ, અને તમને બહુ પ્રેમ કરીએ છીએ. ઇવી, ઇન્ડી ઇસ્લા તરફથી ઘણો બધો પ્રેમ...
આઇપીએલમાં કેટલાક ખેલાડીઓ થયા કોરોના સંક્રમિત....
તાજેતરમાં જ કેટલાય ખેલાડીઓ અને ફ્રેન્ચાઇઝીના મેમ્બરો કૉવિડ-19 પૉઝિટીવ નીકળ્યા છે. આ કારણે આઇપીએલની 14મી સિઝનને સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચ પહેલા કેકેઆરના બે ખેલાડીઓ સંદીપ વૉરિયર અને વરુણ ચક્રવર્તીનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો.
આ પછી તરત જ ચેન્નાઇ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝીના ત્રણ સભ્યો પણ પૉઝિટીવ મળ્યા હતા, જેમાં લક્ષ્મીપતી બાલાજી પણ સામેલ હતો. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રાનો ટેસ્ટ રિપોર્ટ પણ પૉઝિટીવ આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ 15 મે સુધી ભારત સાથેની આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.....
ડેવિડ વોર્નર અને બીજા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ઘરે પાછા જવા માટે મુશ્કેલી છે, કેમકે ઓસ્ટ્રેલિયાએ 15 મે સુધી ભારત સાથેની આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશને એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તે નક્કી કરશે કે આઇપીએલમાં સામેલ દરેક ઓસ્ટ્રેલિયન ખેલાડી સુરક્ષિત ઘરે પાછો આવે.