નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વિરુદ્ધ શરમજનક હારનો સામનો કર્યા બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના (Royal Challengers Bangalore) કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા, કોહલીએ મેચ બાદ હાર નહીં પરંતુ જીત પર વાત કરી, કોહલીએ મેચ બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) જોરદાર પ્રસંશા કરતા કહ્યું કે અમને જાડેજાએ હરાવી દીધા, અમે એક ખેલાડીના કારણે હાર્યા.
આ મેચમાં સીએસકેનો (CSK) જીતનો હીરો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) રહ્યો હતો, કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું- જાડેજાએ એકલાએ પોતાના દમ પર આ મેચમાં અમને હરાવી દીધા. જાડેજાએ મેચમાં બેટિંગ તાબડતોડ બેટિંગ (Jadeja Batting) કરતા 28 બૉલ પર 62 રનની ઇનિંગ રમી હતી. આરસીબીના (RCB) બૉલર હર્ષલ પટેલની (Harshal Patel) એક ઓવરમાં તોફાની 37 રન ફટકારી દીધા હતા, એટલુ જ નહીં બૉલિંગ કરતી વખતે 4 ઓવરોમાં જાડેજાએ 14 રન આપીને 3 વિકેટ પણ પોતાના નામે કરી હતી.
મેચ બાદ વિરાટે કહ્યું- એક વ્યક્તિએ અમને આજે પુરેપુરી રીતે હરાવી દીધા, આજે જાડેજાની સ્કિલને આખી દુનિયાએ જોઇ. હર્ષલ પટેલને નિરાશ થવાની જરૂર નથી. તેને આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સારી બૉલિંગ કરી છે, અને અમે તેને સપોર્ટ કરતા રહીશું. તેને ચેન્નાઇના બે સેટ બેટ્સમેનોને આઉટ કરીને મેચ અમારા પક્ષમાં લાવી દીધી હતી. પરંતુ અંતિમ ઓવરમાં જાડેજાની કમાલની બેટિંગના કારણે મેચ એકવાર ફરીથી અમારા હાથમાંથી નીકળી ગઇ હતી.
કોહલીએ કહ્યું- લગભગ બે મહિના બાદ અમે પાછા ભારત માટે એક સાથે રમીશું, અને જલ્દી જાડેજાની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવા ઇચ્છું છું. તેને કહ્યું- આજે જાડેજાના હૂનરને બધાએ જોયુ, બેટિંગ અને બૉલિંગ ઉપરાંત તે કમાલની ફિલ્ડિંગ પણ કરે છે, મને એ જોઇને આનંદ થાય છે. બે મહિના બાદ પાછા ભારત માટે રમતો દેખાશે. પોતાની ટીમના બેસ્ટ ઓલરાઉન્ડરને બેટથી આ રીતે કમાલ કરતો જોઇને સારુ લાગે છે. જ્યારે તે સારુ રમતો હોય છે તો આત્મવિશ્વાસથી ભરેલો હોય છે. આવામાં કેપ્ટન તરીકે તમને એક ઓપ્શન વધુ સારો બની જાય છે.