મુંબઇઃ આઇપીએલની આગામી સિઝન (IPL 2021) આગામી 9મી એપ્રિલથી શરૂ થઇ રહી છે. આઇપીએલની કેટલીય મેચો મહારાષ્ટ્રના સ્ટેડિયમમોમાં રમાવવાની છે. પરંતુ કોરોનાના (Corona) વધતા કેસો વચ્ચે સરકારે આઇપીએલની મેચો (IPL matches) રમાડવા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. રિપોર્ટ છે કે રેકોર્ડ કોરોનાના કેસો નોંધાવવા છતાં મુંબઇમાં આઇપીએલની મેચો રમાશે, આ અંગે ઉદ્વવ સરકારે (Uddhav thackeray) લીલી ઝંડી આપી દીધી છે, એટલે કે આઇપીએલનુ આયોજન કોઇપણ જાતની રૂકાવટ વિના થશે. જોકે, આઇપીએલ અંગે ઉદ્વવ સરકારે (Uddhav government) સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોની અવરજવરની (without audience) મંજૂરી નહીં મળે. 


મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે (Navab malik) આઇપીએલ મેચોના આયોજનને લઇને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમને કહ્યું- આઇપીએલના આયોજનનો લીલીઝંડી આપી દેવામાં આવી છે, પરંતુ મેચોનુ આયોજન કડક નિયમોની સાથે થશે. દર્શકોને સ્ટેડિયમમાં જવાની પરમીશન નહીં મળે. ખેલાડીઓ અને બાકીના સ્ટાફનો બાયૉ બબલમાં આઇસૉલેટ રહેવુ પડશે. 


બીસીસીઆઇએ (BCCI) ખેલાડીઓ માટે વેક્સિનની ડિમાન્ડ પણ કરી હતી. નવાબ મલિકે કહ્યું - બીસીસીઆઇ તમામ ખેલાડીઓને વેક્સિન આપવા ઇચ્છતુ હતુ, પરંતુ આઇસીએમઆરની ગાઇડલાઇન્સના કારણે આવુ ના થઇ શક્યુ. હાલ અમે 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન નથી લગાવી શકતા. 


શિડ્યૂલમાં નહીં થાય કોઇ ફેરફાર....
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં દરરોજ રેકોર્ડ કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે. રાજ્યમાં લૉકડાઉનની વાપસીની સાથે મુંબઇમાં રમાનારી મેચો પર સવાલો ઉભા થયા હતા. આવામાં કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે મેચોનુ આયોજન મુંબઇની જગ્યાએ હૈદરાબાદમાં થઇ શકે છે. 


બીસીસીઆઇએ જોકે, પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે મુંબઇમાં રમાનારી મેચોને લઇને કોઇ ફેરફાર નહીં થાય. મુંબઇમાં 10 એપ્રિલથી લઇને 24 એપ્રિલની વચ્ચે આઇપીએલની મેચોનુ આયોજન થવાનુ છે. આઇપીએલની 14મી સિઝનની શરૂઆત 9મી એપ્રિલથી થશે.