RCB New Jersey: વિરાટ કોહલીની (Virat Kohli) રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરે (Royal Challengers Bangalore) હવે ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી એડિશનની બાકીની બચેલી મેચોમાં લાલની (Red Jersey) જગ્યાએ વાદળી જર્સી (New Blue Jersey) પહેરવાનો ફેંસલો કર્યો છે. સાથે જ આરસીબીએ (RCB) કૉવિડ-19 (Covid-19) વિરુદ્ધની લડાઇમાં બેંગ્લૉર અને અને શહેરોમાં 100 વેન્ટિલેટર અને 100 ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ દાન કરવાની પણ જાહેરાત કરી છે. ફેન્ચાઇઝીએ આ માટે ગેટ ઇન્ડિયા ફાઉન્ડેશનની સાથે હાથ મિલાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) હવે આઇપીએલ 2021ની બાકી બચેલી મેચોમાં કોરોના ફ્રન્ટલાઇન વર્કર્સને (Corona Frontline Workers) પોતાનો સપોર્ટ આપવા માટે લાલની જગ્યાએ વાદળી જર્સી પહરશે. ખરેખરમાં, બ્લૂ જર્સી દ્વારા બેંગ્લૉરની ટીમ પીપીઇ કિટ પહેરનારા કૉવિડ ફ્રન્ટ લાઇન વર્કર્સને (Covid Frontline Workers) પોતાનો સપોર્ટ કરવા ઇચ્છે છે. આ નવી જર્સી બિમારી સામે લડવા વિશે જાગૃતિ ફેલાવવાને લઇને સંદેશ આપશે. આની સાથે જ આરસીબી પૈસા એકઠા કરવા માટે બધી હસ્તાક્ષર કરેલી બ્લૂ જર્સીની હરાજી કરશે.
એબી ડિવિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ જેવા બેટ્સમેનોથી ભરેલી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર આઇપીએલ 2021માં સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું- આ આપણા દેશ માટે કઠીન સમય છે. કોરોના વાયરસના ફેલાવાની સાથે સાથે જે થઇ રહ્યું છે તે ખરેખરમાં ચિંતિત છે. આ માત્ર ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે છે, જે અમે માનવતાને બચાવવાની આશા રાખીએ છીએ.
તેને આગળ કહ્યું- અમે તમને સલામ કરીએ છીએ, અને તમામ સુરક્ષા પ્રૉટોકોલનુ પાલન કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવા ઇચ્છીએ છીએ, અમે તે વસ્તુ કરીશુ જે આ લડાઇને લડવામાં મદદ કરે.
નોંધનીય છે કે, ગયા વર્ષે મહામારીની શરૂઆત બાદ આરસીબીની મૂળ કંપની, ડિયાજિઓ ઇન્ડિયાએ લગભગ 30,0000 લીટર સેનિટાઇઝર વિતરિત કર્યુ છે, અને બિમારી સામેની લડાઇમાં 75 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.