નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ટૂર્નામેન્ટની એક ખાસિયત એ પણ છે કે આમાં મિત્ર અને હમવતન ખેલાડી પણ એકબીજાની વિરુદ્ધમાં મેદાનમાં ઉતરે છે. ટીમ અને ખેલાડી વિપક્ષી ટીમના હરાવવા માટે સખત મહેનત કરે છે, પરંતુ મેચ બાદ બન્ને ટીમોના ખેલાડીઓ દોસ્તી અને મસ્તી કરતા દેખાય છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ (KolKata KNight Riders) વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) 7 વિકેટથી જીત દરમિયાન એક નજારો જોવા મળ્યો. ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉએ (Prithvi Shaw) પહેલી ઓવરમાં શિવમ માવીની (Shivam Mavi) જોરદાર ધૂલાઇ કરતા છે બૉલમાં છ ચોગ્ગા ફટકારી દીધા, અને દિલ્હીની (DC) સારી શરૂઆત અપાવી હતી. 


માવીએ (Shivam Mavi) વાઇડ બૉલ ફેંકીને પોતાની ઓવરની શરૂઆત કરી પરંતુ, પછી પૃથ્વી શૉએ (Prithvi Shaw) તે પછીના બધા બૉલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ બન્ને પહેલાથી સાથે સાથે રમી રહ્યાં છે. માવી અને શૉએ 2018માં એક સાથે અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો. માવીએ મેચ બાદ શૉને પકડી લીધો અને મજાકિયા અંદાજમાં તેની ગરદન પકડીને દુર સુધી લઇ ગયો હતો. આનો વીડિયો (Funny Video) સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 



પૃથ્વી શૉની તોફાની ઇનિંગ..... 
કોલકત્તા તરફથી મળેલા 154 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી દિલ્હીએ 16.3 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને મેચ આસાનીથી જીતી લીધી હતી. 


પૃથ્વી શૉ આ જીતનો હીરો રહ્યો. તેને દિલ્હી માત્ર ફક્ત 41 બૉલમાં 200ની સ્ટ્રાઇક રેટથી 82 રનોની તોફાની ઇનિંગ રમી. આ દરમિયાન તેને 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શૉએ ફક્ત 18 બૉલમાં પોતાની ફિફ્ટી પુરી કરી લીધી, જે આ સિઝનની સૌથી ફાસ્ટ ફિફ્ટી છે.  
 
ધવન અને પંત પણ સારુ રમ્યા......
પૃથ્વી ઉપરાંત દિલ્હી માટે શિખર ધવને 47 બૉલમાં 46 રન બનાવ્યા. પોતાની આ ઇનિંગમાં ધવને 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે ઋષભ પંતે આઠ બૉલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા.