નવી દિલ્હીઃ આઇપીએલની 14મી સિઝન આગામી 9મી એપ્રિલ શરૂ થવાની છે. પરંતુ આ સિઝન પહેલા રાજસ્થાન રૉયલ્સે પણ પોતાની નવી જર્સીને લૉન્ચ કરી દીધી છે. રાજસ્થાન રૉયલ્સે આઇપીએલ 2021 સિઝન માટે સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં 3ડી પ્રૉજેક્શન અને લાઇટ શૉ દ્વારા ટીમની જર્સી લૉન્ચ કરી. આ શૉનુ સ્ટેડિયમમાંથી લાઇવ પ્રસારણ કરવામાં આવ્યુ, જેને દુનિયામાં ટીમના પ્રસંશકો અને મુંબઇમાં બાયૉ બબલમાં રહી રહેલા ટીમના ખેલાડીઓએ જોયુ. 


રાજસ્થાન રૉયલ્સ 2008માં આઇપીએલની પહેલી સિઝનની વિજેતા રહી હતી. પરંતુ તે સિઝનમાં પણ પોતાના ઘરેલુ મેદાનમાં નહીં રમી શકે. બીસીસીઆઇએ વખતે આઇપીએલની મેચો છ શહેરોમાં આયોજિત કરવાનો ફેંસલો કર્યો હતો. 


ટીમે નિવેદન જાહેર કરીને કહ્યું- શૉની શરૂઆત સવાઇ માનસિંહ સ્ટેડિમના સજાવટની સાથે થઇ. લાઇવ શૉ માટે સ્ક્રીન લગાવવામા આવી, અને આમાં સ્ટેડિયમ, શહેર અને રાજસ્થાનના વીડિયો ને દર્શાવવામાં આવ્યા. રાજસ્થાનના ખેલાડીઓ નવી સિઝન માટે જર્સી પહેરીને 3ડી પ્રૉજેક્ટમાં બતાવવામાં આવ્યા. આ જર્સી ગુલાબી અને વાદળી રંગની છે. 



રાજસ્થાને આ વર્ષે ટીમમાં દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને ટીમમાં સામેલ કર્યો હતો, અને તેને જર્સીની પ્રસંશા કરી. મોરિસે કહ્યું- નવી જર્સીનુ લૉન્ચ થવુ અવિશ્વસનીય છે. 2015થી અત્યાર સુધી જર્સી કેટલીય વાર બદલાઇ છે, અને આ એક સુંદર જર્સી છે. હું ટીમની સાથે ફરી એકવાર જોડાવવા ઉત્સાહિત છું. 


ખાલી સ્ટેડિયમમાં રમાશે આઇપીએલ મેચો.....
દેશમાં ફરી એકવાર કોરોનાની બીજી લહેર આવી છે, જેના કારણે કેસોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યુ કે, સામાન્ય રીતે આઇપીએલની 56 મેચો દેશમાં મુંબઇ, ચેન્નાઇ, કોલકત્તા, બેગ્લુંરુ, અમદાવાદ અને દિલ્હીમાં રમાવવાની હતી, અને દર્શકોની સંખ્યાને લઇને પણ ખુલાસો થયો હતો, પરંતુ હવે કોરોનાનુ સંક્રમણના કારણે ખાલી સ્ટેડિયમમાં મેચો રમાશે. તાજેતરમાં જ અમદાવાદમાં થયેલી બીસીસીઆઇની બેઠકમાં આ વાત પર ચર્ચા કરવામા આવી અને ખાલી સ્ટેડિયમમાં મેચો રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 


કોરોનાનો પ્રકોપ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ પર પણ પડવા લાગ્યો છે. દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ, રૉયલ ચેલેન્જર્સનો દેવદત્ત પડિકલ કોરોના પૉઝિટીવ થયા છે, આ સાથે જ આઇપીએલના સ્ટાફ મેમ્બર્સ પણ કોરોનાથી સંક્રમિત થતા આઇપીએલ પર ખતરો ઉભો થયો છે.