IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 14નો બીજો ભાગ સપ્ટેમ્બરમાં શરૂ થશે, પરંતુ બીજા ભાગ પહેલા પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર રહેલી દિલ્હી કેપ્ટિલ્સને તગડો ઝટકો લાગ્યો છે. સામે આવેલી જાણકારી પ્રમાણે, ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે આઇપીએલમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. આઇપીએલ સિઝન 14માંથી નામ પાછુ ખેંચનારો સ્ટીવ સ્મિથ નવમો ખેંલાડી બની ગયો છે. 


સ્ટીવ સ્મિથે તાજેતરમાં જ પોતાની કોહણીની ઇજા વિશે ખુલાસો કર્યો છે. સ્ટીવ સ્મિથનુ કહેવુ છે કે તે છેલ્લા કેટલાય મહિનાઓથી કોહણીના દુઃખાવાથી પરેશાન છે. એટલુ જ નહીં સ્ટીવ સ્મિથે બતાવ્યુ કે આઇપીએલ 14ના પહેલા ભાગમાં પણ તેની કોહણી ઇજાગ્રસ્ત હતી અને તે પેઇન કિલર લઇને મેદાનમાં ઉતરતો હતો. 


સ્ટીવ સ્મિથે તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરીઝમાં નહીં રમવાનો ફેંસલો કર્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનુ કહેવુ છે કે સ્ટીવ સ્મિથને પુરેપુરી રીતે સાજો થવામાં ચાર મહિનાનો સમય લાગી શકે છે. 




સ્મિથનુ ટી20 વર્લ્ડકપ રમવાનુ નક્કી- 
સ્ટીવ સ્મિથે સ્પષ્ટ કર્યુ છે કે, તેનુ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમનારા વર્લ્ડકપમાં રમવાનુ નક્કી છે. સ્મિથે કહ્યું - હાલ કંઇ કહી શકાતુ નથી. હું વર્લ્ડકપ રમવા માંગુ છુ. પરંતુ મારી પહેલી પ્રાથમિકતા ટેસ્ટ ક્રિકેટ રમવાની છે. હું એશીઝ માટે ખુદને ફિટ રખવા માંગુ છુ.


સ્ટીવ સ્મિથે એ પણ કહ્યું કે તે એશીઝ સીરીઝ માટે ટી20 વર્લ્ડકપને છોડી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્ટીવ સ્મિથ એશીઝ સીરીઝમાં સૌથી સફળ ખેલાડીઓમાનો એક છે, અને તે એશીઝમાં અત્યારુ સુધી 8 સદી ફટકારી ચૂક્યો છે. 


આઇપીએલ સિઝન 14ની બીજા ભાગમાંથી નામ પાછુ ખેંચનારો સ્ટીવ સ્મિથ પહેલો ખેલાડી નથી. સ્મિથની સાથે પેટ કમિન્સ ઉપરાંત ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશના ખેલાડીઓએ પણ આઇપીએલ સિઝન 14ના બીજા ભાગમાં નહીં રમવાનો ફેંસલો કર્યો છે.